Sunday 27 April 2008

નીકળી આવ Come on




by J.krushnamurti (Translated by Bhupatsinh Barot) ” બોધિ ” પુસ્તકમાથી સાભાર

મને સાઁભળ, ઓ મિત્ર !
તુઁ યોગી, સાધુ વા પુરોહિત હો,
વા પ્રભુનો પ્રેમી ભક્ત હો,
સુખ શોધતો યાત્રાળુઁ હો,
પુણ્યોદકમાઁ સ્નાન કરતો,
પવિત્ર તિર્થધામોમાઁ ઘુમતો
પ્રસઁગોપાત પુજક હો, કે ગ્રઁથોનો મહાવાચક હો,
કે અનેક મહામઁદિરો બાઁધનાર હો,-
મુજ પ્રેમ તુજ કાજ ઝુરે છે.
પ્રિયતમના હ્રદયનો માર્ગ હુઁ જાણુઁ છુઁ.

આ વ્યર્થ મનન ,
આ દિર્ઘ જહોમત,
આ અવિરામ શોક,
આ ચઁચળ મોજમજા,
આ દહતી શઁકા,
આ જીવનનો ભાર,
આ બધુઁ ય બઁધ થશે,
ઓ મિત્ર ! મુજ પ્રેમ તુજ કાજ ઝુરે છે.
પ્રિયતમના હ્રદયનો રાહ હુઁ જાણુઁ છુઁ.

પૃથ્વી પર મેઁ પરિભ્રમણ કર્યુઁ છે.
પ્રતિબિઁબો પર મેઁ પ્રેમ કર્યો છે.
આનઁન્દમસ્ત થઈ મઁત્રો મેઁ લલકાર્યા છે.
ભવ્ય વસ્ત્રપરિધાન મેઁ કર્યાઁ છે.
મઁદિરના ભવ્ય ઘઁટારવ મેઁ સુણ્યા છે.
અભ્યાસથી હુઁ જરાગ્રસ્ત થયો છુઁ.
મેઁ ખોજ કરી છે. અને હુઁ ભુલો પડ્યો છુઁ ?
હા, મેઁ ખૂબ જ જાણ્યુઁ છે.
મુજ પ્રેમ તુજ કાજ ઝુરે છે.
પ્રિયતમના હ્રદયનો માર્ગ હુઁ જાણુઁ છુઁ.

હે મિત્ર !તને હુઁ સત્ય આપુઁતો તુઁ છાયાઓ પર પ્રેમ કરે કે ?
તારા ઘઁટ, તારા ધૂપ, તારા ભય અને દેવો ત્યજી દે,
તુજ વિચારસરણીઓ, તુજ ફિલસુફીઓ દૂર કર,
આવ આ બધુઁય અળગુઁ કર,
પ્રિયતમના હ્રદયનો માર્ગ હુઁ જાણુઁ છુઁ.
હે મિત્ર ! સરળ સઁગમ જ ઉત્તમ છે.
આ જ પ્રિયતમના હ્રદયને પામવાનો રાહ છે.

(continue…….)

by J.krushnamurti (Translated by Bhupatsinh Barot) ” બોધિ ” પુસ્તકમાથી સાભાર

No comments: