Saturday 19 April 2008

પતઁગિયુઁ THE BUTTERFLY







એક વાર પતંગીયાઓનું એક ટોળું વસન્તરુતુંમા વૃક્ષોનાં કોમળ પર્ણોની શીળી છાયાંમાં બેઠું હતું. અને સુર્યના સ્વરુપની ચર્ચા કરતું હતું. એમાં એક પ્રૌઢ પતંગિયું આગળ આવ્યું. એણે કહ્યું : હું ” જાઉં છું અને સુર્ય અંગેનું સત્ય શોધી લાવું છું.” બધા એની રાહ જોઇ બેઠાં. એ પાછું ફર્યું અને એણે કહ્યું : ” સુર્ય પ્રકાશ છે. અને એ એટલો બધો ઉગ્ર અને પ્રચંડ છે કે એની નજીક જવું અશક્ય છે. પતંગિયાઓએ કહ્યું : ” એ પુરતું નથી. અમારે તો સત્ય જાણવું જ છે.” બીજા પતંગિયાએ હામ ભીડી અને એ ગયું. એ પણ પાછું ફરીને આવ્યું ત્યારે એણે કહ્યું: ” સુર્ય ઉષ્ણતા છે, અને એ એટલી બધી ભારે ઉષ્ણતા છે કે એની પાસે કોઇ જઇ શકે એમ નથી. ” પતંગિંયાઓ આથી સંતોષ પામ્યા નહિં. વળી ત્રીજા પતંગિયાએ હિંમત કરી અને એ સુર્ય પ્રતિ સીધુ જ ઉડ્યું અને સત્યની એની શોધમાં એ પોતે ખપી ગયું. સત્ય સાથે એકરુપ થયું અને પાછું ફર્યું જ નહિં.
- જે.કૃષ્ણમુર્તી( ” બોધિ ” પુસ્તકમાંથી સાભાર )

No comments: